અમદાવાદ ગુજરાત માં એક વિકસિત મહાનગર અને અત્યંત આકર્ષક બિઝનેસ હબ તરીકે જાણીતું છે.  જેને અનુલક્ષી ને રીયલ એસ્ટેટ માર્કેટમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. હકીકત એ છે કે અમદાવાદ છેલ્લા એક દાયકામાં ખૂબ જ સારી ગતી થી વિકસિત થયું છે જે અતિ-પ્રગતિશીલ નીતિઓ અને વિકાસલક્ષી શાસનને આભારી છે. અમદાવાદ શહેર રીયલ એસ્ટેટ ફ્રન્ટ પર અસાધારણ અને અભૂતપૂર્વ વળતર પૂરું પાડે છે, અને તે આજે ભારતના સૌથી આકર્ષક રોકાણ સ્થળોમાંનું એક છે. અમદાવાદ ના રીયલ એસ્ટેટ માર્કેટ માં ઘણા આકર્ષક વિસ્તાર ઉપલબ્ધ છે જેમાં મોખરાનું એક નામ ચાંદખેડા છે. ચાંદખેડા માં કૉમર્શિયલ અને રહેણાંક વિસ્તાર ના વિકાસશીલ વિકલ્પો ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ  જોડાણ સાથે ચાંદખેડા કાર્યક્ષમ માળખા અને સમૃદ્ધ ઉદ્યોગો માટે જાણીતું છે. ચાંદખેડા એ બીજા વિસ્તારો ની સરખામણી એ  વ્યાજબી ભાવો માટે માટે અમદાવાદ માં લોકપ્રિય છે, ​​​આની સાથે ઘણા બિલ્ડરો હવે ચાંદખેડા માં વૈભવી ફ્લેટ્સ, બંગ્લોઝ અને વિવિધ કૉમર્શિયલ યોજનાઓ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

પરિવહન સેવાઓ:

ચાંદખેડાની કનેક્ટિવિટી ઘર ખરીદદારો ને આ વિસ્તાર તરફ આકર્ષે છે. ચાંદખેડા થી એરપોર્ટ આશરે 8 કિલોમીટર છે, સાબરમતી રેલવે સ્ટેશન આશરે 4 કિમી દૂર છે. આ વિસ્તારમાં પરિવહન સેવાઓ ની વાત કરીએ તો, BRTS અને સિટી બસ સેવા મુખ્ય સ્થળોથી ચાંદખેડાને કનેક્ટિવિટી પ્રદાન કરે છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાંદખેડા ને ઝડપી પરિવહન સેવાઓ ઉપલબ્ધ કરાવશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ટૂંક સમયમાં જ મેટ્રો લિંક કાર્યરત થાય તેવી અપેક્ષા છે અને ત્યારબાદ ચાંદખેડા માં મિલ્કતો ના ભાવ વધે તેવી શક્યતાઓ છે.

સ્થાનિક મહત્વ:

ચાંદખેડામાં ઘણા કોર્પોરેટ્સ ચાંદખેડામાં સ્થિત છે જે આ વિસ્તાર ને વધુ આકર્ષક બનાવે છે. ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશન, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ જેવા મુખ્ય ઔદ્યોગિક સંસ્થાનો આ વિસ્તાર માં સ્થિત છે. સરદાર પટેલ રીંગ રોડ અને સરખેજ-ગાંધીનગર હાઇવે જેવા રોડ ચંદેખેડાથી બાકીના શહેર નું જોડાણ સરળ ​​​કરે છે. ​નવો ​સી.જી. (ચાંદખેડા-ગાંધીનગર) રોડ ​​પણ​ ​રોકાણકારો​ નું ​ ચાંદખેડા તરફ વધુ આકર્ષણ પૂરું પાડશે તેવી અપેક્ષા છે.

ચાંદખેડા થી નજીક એપોલો હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ વગેરે જેવા જાણીતા નામો સાથે શ્રેષ્ઠ   હેલ્થકેર સેવાઓ ઉપલબ્ધ છે. ચંદખેડામાં લગભગ બધી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંક શાખાઓ ઉપલબ્ધ છે. ચાંદખેડાથી નજીકના વિસ્તારમાં જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કૉલેજ, ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ, પોદ્દાર સ્કૂલ, તપોવન સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય, ન્યુ લીટલ ફ્લાવર સ્કૂલ, વગેરે ઉપલબ્ધ છે.

ચાંદખેડામાં શોપિંગ અને મનોરંજન માટે નજીકના વિસ્તારમાં ઉપલબ્ધતા સારી છે. મુખ્ય નામો ની સૂચિ જોઈએ તો બાલાજી અગોરા મોલ, 4 ડી સ્ક્વેર મોલ, પેલેડિયમ મોલ અને રિલાયન્સ માર્ટ વગેરે જેવા સારા વિકલ્પ છે.

તમામ બજેટ કેટેગરીમાં ગુણવત્તાવાળા આવાસની ઉપલબ્ધતાને લીધે ચાંદખેડા ​માં ​ઘર​ ​ખરીદદારો ની ​સારી એવી માંગ ​​​રહે છે. ઘર ખરીદનારાઓ માટે સસ્તા ઘર થી લઇ ને વિલા અને વૈભવી ઍપાર્ટમેન્ટ્સ સુધી ના તમામ વિકલ્પો ઉપલબ્ધ છે. સંભવિત અને ઉજ્જવળ  ભવિષ્ય ને ધ્યાન મા લઇ ને ઘણા બિલ્ડરો અને રોકાણકારો ચાંદખેડામાં નવા રહેણાંક અને કૉમર્શિયલ પ્રોજેક્ટ લાવી રહ્યા છે. ચાંદખેડાના તુલનાત્મક નીચા ભાવો રોકાણકારો અને ઘર ખરીદદારો માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહયું છે. ચંદખેડાના તાજેતરના ભાવ અને વિસ્તાર અનુસાર રોકાણકારો અને ઘર ખરીદદારો ના રોકાણ પર ભવિષ્ય માં  સારું વળતર આપી શકે છે.

 

શ્રી જય ડેલીવાલા

ડિરેક્ટર (કુંવરજી ગ્રુપ)  

કોન્ટાક્ટ​ નંબર: ​+ 91 97129 31233 

Pin It on Pinterest